ઝાલાવાડ ની ખાનદાની

લીંબડી ના ઠાકોર સાહેબ જસવંતસિંહજી 
                    આજે ઝાલાવાડ ના રાજા રજવાડા ની ખાનદાની અને ખુમારી શું હોય સકે ઇ ની નાની એવી વાત મારે તમને કરવી છે 
                 આ કાયારૂપી દેહ એક દી પડી જસે,આ પરમાત્મા એ બનાવેલો બંગલો એક દી પડી જસે ,પંચ મહાભૂત માં મળી ભસ્મીભૂત થઈ ને રાખ થઈ ઊડી જસે પણ દાતારી ના ,ભક્તિ ના ,માનવતા ના ,સૂરવિરતના જે ચિત્રો જગત ના ચોક માં જે દોરી ને વઇ ગ્યાં ને ઇ ચીતરો કોઇદી પડવાના નથી કે કોઇદી ભુસાવાના નથી પણ એવા વિરવર પુરુષો ને,સતીયોને,જતીયોને,સુરાઓ અને સંતો ને કવિ એમ કે છે માણસ મરી જાય પછી પાંચ દિવસે કે પંદર દિવસે કે વર્ષે કે બે વર્ષે વર્ષો ના વાણાં વીતી જાય ત્યારે પરિવાર ભૂલી જાય પુત્ર ભૂલી જાય માં બાપ ભૂલી જાય પણ કવિ ની ચિભે જે માણહ ચડી જાય ઇ તો બાપ કાયમ ની માટે અમર બની જાય છે એટ્લે કવિ લખે છે કે "
અમર થવા ની ઔષધિ કા કવિયા કા કિરતાર 
એક અમરાપર ઉધરે ને બીજો નવખંડ રાખે નામ..
              દુનિયા નો કોઈ પણ વૈધ કે ભારતવર્ષના મહાન માં મહાન વૈધ એમાના એક પણ ઋષિ પાસે એવી દવા નથી કે તમને અમર બનાવી શકે પણ અમર થવા ની ઔષધિ કા તો કવિ તમને કવિતા માં ચડાવી ને અમર કરી સકે 
કવિ તો લાખણા લિયણ ને સવા લાખણા દીયણ
               કવિ તો કોક ની પાસે લાખનું લે પણ સવા લાખનું આપીને વયા જાય ...દાતાર કે સૂરવિર માણસ ને જે કવિ આપે છે એ કદી ભૂસી ના સકાય...એવા તો કેટલાય શ્રીમંતો જતાં રહ્યા પણ આ જગત એને યાદ કરતું નથી ..મેવાડ માં અનેક રાજા થઈ ગ્યાં પણ આજ પણ મેવાડ માં જઇ પૂછો મેવાડ કોનું તો કે મીરબાઈ નું કેવાનો અર્થ એમ છે કે જ્યાં ત્યાગ ની ભાવના છે જ્યાં સમર્પણ ની ભાવના છે અને નેક ટેક વચન માટે જેમને સમર્પણ કર્યું છે એવા કવિઓને જગત યાદ કરે છે ,એવા માણહ ને જગત યાદ કરે છે બાકી સાંજ પયડે માંગી બીડિયું પીવે એના ઈતીહાસ માં નામ ના હોય  એવો એક પ્રસંગ છે કે સમર્પણ ક્યાં સુધી નો હોય ક્ષમા ક્યાં સુધીની હોય ,અંતર ની અંગાર ક્યાં સુધીની હોય એવો એક પ્રસંગ કેવો છે કે રજવાડા ની ખાંનદાની ની સુ હોય એની વાત કરવી છે .............
                લીંબડી કવિ મસ્તરાજ, સતા પ્રાપ્ત કર્યા પછી માણસ કેટલો નીતિવાન બની સકે એની વાત છે લીંબડી કવિરાજ મસ્તકવિ અને લીંબડી ના ઠાકોર સાહેબ જસવંતસિંહજી નું અવસાન થયું ને મસ્તકવિરાજ રાજ કવિ છે પણ જસવંત સિંહજી ના અવસાન પછી હૈયા માં ઊંડો ઘા લાગી ગ્યો ઠાકોર ના મૃત્યુ ને મસ્તકવિ જીરવી સકેલા નહીં પછી તો છેલ્લા દિવસો .પણ જસવંતસિંહજી પછી જે કુવર ગાદીએ હતા એમને એમ થયું કે પિતાશ્રી ના અવસાન પછી કવિરાજ ને બહું દુખ લાયગુ છે અને ઇ તો જોડીદાર માણસ આ જગત માથી વયો જાય ઇ પછી દિવસો કેમ પસાર કરી સકાય ,તમારી વાત કોઈ સાંભળવા તૈયાર ના હોય,તમારી મનોવેદના સાંભળવા કોઈ તૈયાર ના હોય ઇ દશા છે ઇ તો જેને ભોગવી હોય એને ખબર પડે...ડાયરા કેળી ટેવ હતી મારે પણ હવે નથી કોઈ આવતું કે જતું પચા પચા માણહ નો ડાયરો જામતો હોય આજે ઇ જ માણસ પોતાના પનીયા નો છેડો નો બાંધી સકતો હોય ,પોતાની નાડી નો બાંધી સકતો હોય ,પોતાના પગ ની મોજડી ના પેરી સકતો હોય ......
                એ જમાનામાં રેલ્વે છે એ રાજાની પોતાની માલિકી માં હાલતા અને જસવંત સિહજી પછી જે કુવર ગાદીએ આવ્યા એમને એમ થયું કે કવિરાજ ને કઈ ચેન નથી પડતું કવિરાજ ને ચારધામ ની યાત્રા કરાવું ..ચારધામ ની યાત્રા માટે સલૂન તૈયાર કર્યું અને કવિરાજ ને ચારધામ ની યાત્રા માટે મોકલાવે છે ...એમાં ધ્રાગ્ધ્રા માં લીંબડી નું સલૂન રોકાય છે.ધ્રાંગધ્રા ઠાકોર સાહેબ ઘનશામસિંહજીને ખબર પડે છે કે મસ્તકવિ મારા આંગણે થી પધારે છે મારે મળવા માટે રેલ્વે સ્ટેસન સુધી જવું જોઈએ હવે ઘનશામસિંહજી મળવા આવે છે અટલે ડબ્બાની નીચે ઊતરવું પડે ..વૃદ્ધ ઉમર .શરીર ચાલતું નથી છતાં પણ નીચે ઉતરે છે જય માતાજી કરે છે આમિર ઉમરાઓ પાછળ ઘેરી ને ઊભા છે બાજુમાં દીવાન માનસિંહજી ઊભા છે એમાં કવિરાજ ની અશક્ત ઉમર ને કારણે કફ થઈ ગયેલો ,ઉધરસ થઈ ગયેલી અને થૂક્વા માટે આજુબાજુ માં નજર કરી તો એક બાજુ રાજ ઘનશામસિંહજી ઊભા છે એક બાજુ દીવાન માનસિંહજી ઊભા છે અને બીજા આમિર ઉમરવો ઊભા છે એમની વચે થૂકાય નહીં  એક સેકન્ડ ની માલિપા જે સમજણો માણસ હોય એને ખબર પડી જાય દીવાન માનસિંહજી ઓળખી ગ્યાં મુંજવણ  છે એમની પાસે જે કીમતી ખેસ હતો ઇ ખેસ લાંબો કર્યો ને કીધું કવિરાજ થૂકી લ્યો આમાં ..અને તે દિવસે ધ્રાંગધ્રા નો ઠાકોર ઘનશામ સિંહજી માનસિંહજી ને આડો હાથ કરે છે ઇ કવિ ના થૂક ના ગલફા છે ઇ તારા કીમતી ખેસ માં ના હોય ઇ તો મારા ખોબામાં હોય ત્યાં તો આમકરીને આમ રાજ ઘનશામ સિંહજી પોતાનો ખોબો ધરે છે થૂક્વા માટે આટલી ખાનદાની પછી તો કઈ ઠાકોર ના ખોબામાં થૂકવાની કઈ વાત નોતી એટલી જ ક્ષણ આજ ક્ષણ એ કવીરાજે કીધું કે મારી ચારધામ ની યાત્રા કેન્સલ કરવો કવિઓ ની થૂક જે ઊપાડતાં હોય યા તો મારે ચારેય ધામ પૂરા થઈ ગ્યાં 
શું રાજાઓના સમર્પણ ,શું ખાનદાની ,શું એમની અમીરાત વિચાર તો કરો સાઈબ આવડો મોટો રાજા જે કવિના થૂક પોતાના ખોબામાં જીરવી લે......     
               આ ઝાલાવાડ ની ખાનદાની ,ખુમારી છે જ્યાં ત્યાગ ,સેવા ,સમર્પણ અને નેક ટેક માટે ખોળિયાં માથી પ્રાણ આપી દેવા તૈયાર થઈ જતાં......  

જય સિદ્ધનાથ
જય માતાજી 
         

Comments

Popular posts from this blog

મરદ ના દુહા

રાનવઘણ